થરાદ થી રાજેસ્થાન સ્થિત બાડમેરના પંચપદરા રિફાઇનરી મીલમાં લઈ જવાશે આ રિએક્ટર
એહવાલ વસરામ ચૌધરી બનાસકાંઠા


દહેજ થી રાજસ્થાન મોકલાઈ રહેલા બે રિએક્ટર બનાસકાંઠા પહોંચ્યા સરહદય થરાદમાં છેલ્લા 20 દિવસથી રિએક્ટર પડ્યા રહેતા લોકો નિહાળવા પહોંચ્યા આ મેઘાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી સાત મહિને થરાદ પોહચ્યા એચપીસીએલના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની ટીમ દ્વારા આ મેગા વેહલને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે

દેશ વિદેશથી મેગા ટ્રાન્સપોર્ટ દ્વારા રાજસ્થાનના નવનિર્મિત એચપીસીએલ કંપનીની રિફાઇનરી તેલની ફેક્ટરી માટે દહેજ થી મુન્દ્રા પોર્ટ મશીનરી લાવવામાં આવી છે ત્યાંથી બાય રોડ આ મેઘા રિએક્ટરને રાજસ્થાન પહોંચાડવામાં આવશે ટ્રાન્સપોર્ટેશન માટે આ મેઘા પડકાર સામે આવ્યો છે છેલ્લા સાત મહિનાથી 28 જેટલા બાયપાસ રોડ બનાવી બંને રિએક્ટરોને થરાદ સુધી પહોંચાડ્યા છે એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન છે અને બીજાનું 1,148 મેટ્રિક ટન નું છે ત્યારે બંને મેઘા રિએક્ટરોને થરાદની નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે નર્મદા કેનાલનું પુલ 400 ટન વજન વહન કરવાની ક્ષમતા વાળું છે ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી છે આ ઇઝેક હિટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા આ વિશાળકાય રિએક્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલ રિએક્ટર સાથે 50 માણસોની ટીમ જેમાં કંપનીના મેકેનિકલ એન્જિનિયર્સ, લોજિસ્ટિક,ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સાથે કાર્યરત છે

થરાદમાં નર્મદાની કેનાલ ઉપર હાલતો કામ ચલાવું બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ટ્રેનની મદદ લેવાઈ રહી છે દહેજ થી રાજસ્થાન મોકલાવી રહેલા બે રિએક્ટરોને નુકસાનના પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી 12 ઓગસ્ટે પસાર કરવામાં આવશે અંદાજિત 3 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી આ રિકટરને પસાર કરવામાં આવશે ડિસેમ્બર 2021માં રવાના થયેલ દહેજ થી બાડમેરના પચપદરા રિફાઇનરી જતા આ મહાકાય રિએક્ટરો હાલ થરાદ પહોંચતા થરાદ નગરજનો નિહાળવા પહોંચ્યા છે જોકે સ્થાનિક લોકોએ હજુ સુધી આ મહાકાય વહેલ જોઈ નથી ત્યારે નર્મદા કેનાલ ઉપર લોકોના ટોળે ટોળા જોવા મળે છે.આ મહાકાય રિએક્ટરોને નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે છેલ્લા બાર દિવસ નર્મદાનું પાણી મેન કેનાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે અને નવા લોખંડના બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે આ રિએક્ટરોને પસાર કરવા માટે હાલ તો કંપની દ્વારા ભારે જહેમત અને મસ્ત મોટોખર્ચ ઉપાડવામાં આવી રહ્યો છે અને આ મહાકાય વહેલને રાજસ્થાન પહોંચાડવા કંપની દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

