
રક્ષાબંધન ને લઇને કાર્યક્રમ યોજાયો
થરાદ ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયે રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સામાજિક અગ્રણીઓ તેમજ આસોદર જગ્યા ના મહંત રેવાપુરી બાપુ તેમજ લાયન્સ કલબ ના પ્રમુખ લા. રામાણી પીરોમલ નઝાર, લા. રાજેશભાઈ જોષી(નાનોલ) લા. ભાવેશભાઈ રામાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની બહેનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નું રાખડી બાંધી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું તેમજ લાયન્સ કલબના પ્રમુખ ને બાબા નો ફોટો ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારે લાયન્સ કલબ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની બહેનો ને સાડીની ભેટ પણ આપવામાં આવી હતી.