વાવ પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૮૨૧ કિ.રૂા.૭૨,૬૦૦/- તથા પીકઅપ ડાલા સાથે કુલ મુદ્દામાલ – રૂા.૨,૮૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા ”

જીલ્લા એલસીબી પોલીસે રૂા.૨,૮૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ડી.આર.ગઢવી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી આર.જી.દેસાઈ, નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોએ મળેલ બાતમી હકીકત આધારે વાવ પો.સ્ટે. વિસ્તારમાંથી પીકઅપ ડાલા નંબર RJ-04-GB-4212 માં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૨૧ કિ.રૂા.૭૨,૬૦૦/- તથા પીકઅપ ડાલા સાથે કુલ રૂા.૨,૮૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમ મેહરારામ નિમ્બારામ જાતે.જાટ રહે.કલજી કી ડેરી, ભીમગુડા તા.સીતલવાણા જી.ઝાલોર(રાજસ્થાન)વાળાને પકડી પાડી તેમજ સદર દારૂનો જથ્થો આપનાર અમરસીંહ રાજેન્દ્રસીંહ રાજવી રહે.મહેરી રાજબિયાન દલમન સરદાર શહર ચુરુ હાલ રહે. ડુંગરી તથા દારૂનો જથ્થો મંગાવનાર દિલીપ પ્રજાપતિ તમામ આરોપી વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે
કામગીરીમાં જોડાયેલ કર્મચારી હેડ.કોન્સ. ભુરાજી નાગજીજી એલ.સી.બી. પાલનપુરપો.કોન્સ અમરસિંહ ભુરસિંહ એલ.સી.બી. પાલનપુર