
થરાદ ખાતે મોડેલ સ્કૂલની અંદર આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ્સ હોસ્ટેલ) ખાતે લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા બ્લડ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સો જેટલી વિદ્યાર્થીનીઓનું બ્લડ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના જોન ચેરમેન લા.ડૉ વાલાભાઈ પ્રજાપતિ, પ્રમુખ લા. રામાણી પીરોમલ નઝાર, ખજાનચી લા.ગુમાનપુરી ગૌસ્વામી,લા. વસીમખાન પઠાણ(પૂર્વ પ્રમુખ), લા.ડૉ હિતેન્દ્ર શ્રીમાળી , લા.રાજેશભાઈ જોષી(નાનોલ) ,લા. હેતલબેન પંચાલ, લા.પ્રભુભાઈ હિંગડા, લા. ભાવેશભાઈ રામાણી, લા.હેતલભાઈ સોની સહિતના સભ્યોની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હોસ્ટેલના આશાબેન ચૌધરી(વોર્ડન કમ.હેડ ટીચર) તેમજ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ યોજવા બદલ લાયન્સ કલબ ઓફ થરાદ સીટી તેમજ ધરતી લેબોરેટરી નો આભાર માન્યો હતો.