બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારના હસ્તે ઓનલાઈન ક્વિઝ લોન્ચ કરાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર)
સમગ્ર શિક્ષા, બનાસકાંઠા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે ભાભર તાલુકાની અબાળા પ્રાથમિક શાળામાંથી ઓનલાઈન ક્વિઝ લોન્ચ કરવામાં આવી હતી. દેશમાં આઝાદીના 75 વર્ષ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર શિક્ષા, બનાસકાંઠા દ્વારા હર ઘર તિરંગા અનુસંધાને ઓનલાઈન કવિઝ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન ક્વિઝ શ્રી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી- બનાસકાંઠાના હસ્તે ભાભર તાલુકાની અબાળા પ્રાથમિક શાળામાં મુલાકાત કરીને લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે શ્રી એઝાઝ મજા, હિસાબી અધિકારી. સમગ્ર શિક્ષા, બનાસકાંઠા તેમજ તમામ શિક્ષકો તેમજ બાળકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ઓનલાઈન કવિઝ લિંક અને QR કોડ સ્કેન કરીને આપી શકશે. જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય નાગરિકો પણ ક્વિઝ આપી શકશે. ઓનલાઈન ક્વિઝમાં 80 % કરતા વધુ સ્કોર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ઓનલાઈન પ્રમાણપત્ર 15 મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એનાયત કરવામાં આવશે. શ્રી સંજય પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠા દ્વારા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નાગરિકોને ક્વિઝમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ તારીખ 01 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ભારત માતાનું પુજન, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત તા .૧૩ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન તમામ શાળાઓ, બાળકો અને વાલીઓ, તમામ સરકારી /ખાનગી કચેરીઓ, તમામ ધરો, તમામ દુકાનો ઉધોગ અને વેપારી ગૃહો દરેક ઘર રાષ્ટ્રધ્વજ સન્માન સાથે લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભકિતની ભાવના જાગે તે માટે અપીલ કરવામાં આવે છે.
