થરાદ ના ભુરિયા મુકામે વિશ્વ કલ્યાણ અર્થે સુંદરકાંડ પાઠ કરવાની શૃંખલામાં 92 મા સુંદરકાંડ પાઠનું પઠન કરવામાં આવ્યુ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરિયા ગામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને મહંત ઘેવરદાસજી મહારાજ દ્વારા વિશ્વના પ્રાણી માત્રનું કલ્યાણ થાય તે શુભ હેતુથી તેમના ગુરુદેવ કુબાજી દ્રારા પીઠાધિશ્વર જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાની અનોખી શૃંખલામાં પવિત્ર શ્રાવણ માસમાં સતત 92મા શનિવારે માનસ કથા કાર શાસ્ત્રી વિક્રમભાઈ દવે ના વ્યાસાસને પટેલ રુપશીભાઈ પુરાભાઈ મુ. માંગરોળ ,સદસ્ય જિલ્લા પંચાયત બનાસકાંઠા ,પ્રભારી દાંતીવાડા તાલુકા ભાજપ ના સૌજન્યથી ગણમાન્ય લોકો અને બહોળી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં ધાર્મિક વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
અગિયાર મુખી હનુમાન દાદાના અપરંપાર પરચાઓ ના કારણે દિનપ્રતિદિન ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે અહીં દર શનિવારે રાત્રે ભજન સત્સંગ નુ પણ આયોજન કરવામાં આવે છે મહંતશ્રી ઘેવરદાસ મહારાજ એ જણાવેલ કે કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે સુંદરકાંડનો પાઠ કરવાથી માણસને આધિ વ્યાધિ ઉપાધિ નો નાશ થઈ આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને ધારેલાં કામો સફળ થાય છે સુખ શાંતિ સંપન્નતા નિરોગીતા માટે તથા પ્રગતિમાં વધારો કરવા માટે અઠવાડિયામાં એક વખત સુંદરકાંડ પાઠ કરવો જોઈએ અથવા જયાં પાઠ થતા હોય ત્યાં પાઠમાં તન મન ધનથી ભાગ લેવાથી ધારી સફળતા મળેછે