Saturday, June 3, 2023
Homebanaskantha newsભોરડુ સરપંચે થરાદ-ધાનેરા- ડેડુવા બસ ચાલું કરવા માંગ.

ભોરડુ સરપંચે થરાદ-ધાનેરા- ડેડુવા બસ ચાલું કરવા માંગ.

ભોરડુ ગામ નાં સરપંચ દ્વારા બસ નો રુટ ચાલુ કરવા થરાદ ધારાસભ્ય, નાયબ કલેકટર અને ડેપો મેનેજર પાસે લેખિત માં રજૂઆત કરી છે.થરાદથી ઉપડતી સાંજે પાંચ વાગ્યે ની બસ થરાદ ધાનેરા ડેડવા કોરોના કાળ દરમ્યાન બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે અમો મુસાફર જનતાને લાંબા સમયથી હાલાકી વેઠવી પડે છે. જે વર્ષો જુની રેગ્યુલર સમયસર ચાલતી ગાડી બંધ કરી દેવામાં આવેલ છે જેના કારણે અમો થરાદથી ડેડવા જતા રસ્તામાં આવતા વિવિધ ગામની જનતા માટે સમયસર ચાલતી અનુકળ છેવાડાના ગામડા સુધીની સેવા મળવાપાત્ર હતી પણ કોઈ અગમ્ય કારણોસર આ ગાડી બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે તે સમયે અમો મુસાફર જનતાને હાલાકી વેઠવી પડે છે તેમજ સવારે રીટર્ન આવતી તે ગાડીમાં અમારા તમામ મુસાફર જનતા અને વિધાર્થીઓને કોલેજ કે સ્કલ જવા માટે પણ વર્ષોથી સમયસર ચાલતી ગાડી બંધ કરી અમોને મુશ્કેલીમાં મુકેલ છે વિગતવાર જાણકારી મેળવતાં અમોને જાણવા મળેલ કે આ ગાડી યુનીયનવાદના કારણે બંધ કરી દેવામાં આવેલ છે. તો આ રૂટ પણ સારી આવકમાં ચાલતી ગાડીને પણ બંધ કરી દેવામાં આવે છે આમ થોડા સમય માટે ગાડીઓ ચાલ કરી અને બંધ કરવામાં આવતી હોઈ જે મુસાફરો તથા આમ જનતાને ખુબજ નુકશાન કારક છે તો લોકો માંગણી છે કે વર્ષો જુની થરાદથી ઉપડતી ૧૭:૦૦ કલાકની બસ થરાદ ધાનેરા ડેડુવા અને સવાર પછી ફરતી ૮:૦૦ થી ૮:૩૦ ગાળાની આ ગાડીને ચાલુ કરી અમારી સમસ્યાન નિવારણ લાવવા અને વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઈ ગાડી ચાલ કરવા માટેની માંગણી ભોરડુ ગામ નાં સરપંચ કે ડી વાઘેલા દ્વારા કરવામાં આવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services