
થરાદ તાલુકાના ભાપી ગામના ખેડૂતોએ વરસાદી પાણી નો નિકાલ કરવા થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

થરાદ તાલુકાના ભાપી ગામના ખેડૂતોએ થરાદ નાયબ કલેકટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ભાપી ગામના ખેતરોની નજીકમાં સાઈફન નંબર 446,તેમજ 692 આવેલ છે અત્યારે ચોમાસાની સિઝનમાં ચોમાસું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા હોવાથી અને પાણીનો કોઈ નિકાલ ન થતો હોવાથી ગટરો વરસાદ ના કારણે રેતી થી ભરાયે હોવાથી ચોમાસાનુ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરેલુ હોવાથી પાક નિષ્ફળ થવા પામ્યો છે જેથી ગટર સાફ સફાઈ કરાવી ચોમાસા પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો ની માગ છે તેમજ ટુકજ સમય મા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આદોલનની ચિમકી ખેડૂતોએ આપી હતી..