
એલ.સી.બી પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ડી.આર.ગઢવી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી આર.જી.દેસાઈ, નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાલનપુરના હેડ કોન્સ્ટેબલ ભુરાજી, અમરસિંહ તથા દશરથભાઈ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચૂડમેર ગામની સીમમાં નર્મદા કેનાલના રોડ ઉપર આવેલ પૂલ ઉપરથી એક ટ્રેક્ટર ટ્રોલીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/કાગળના પાઉચ નંગ-૭૧૨૮ કુલ કિં.રૂા.૬,૧૦,૪૧૬/- તથા ટ્રેક્ટરની કિં.રૂા.૬,૦૦,૦૦૦/- તથા ટ્રોલીની કિં.રૂા.૧,૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ખાલી બારદાન(કોથળા) તથા પ્લાસ્ટીકના સફેદ ખાલી કટ્ટાના બાંધા નંગ-૫૦ કિં.રૂા.૦૦/૦૦ મળી કુલ કિં.રૂા.૧૩,૬૫,૪૧૬/- ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશસિંહ રતનલાલ જાટ(ગોદારા) ઉ.વ.૨૬ ધંધો.મજૂરી રહે.જાટો કા બેરા, તા.સેડવા જિ.બાડમેર(રાજસ્થાન)વાળાને પકડી પાડી મજકૂર ઈસમ વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
