
સૌથી વધુ થરાદ તાલુકામાં હર ઘર તિરંગો લહેરાવ્યો.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એટલે થરાદ સહેર અને તાલુકાના દરેક ગામડાઓમાં હર ઘર તિરંગા યાત્રા ની ઉજવણી કરવામાં આવી છે દરેક ઘર પર તેમજ ધંધા રોજગાર.હોસ્પિટલો અને શાકભાજી ની રેંકડી ચલાવતો લારી પર પણ તિરંગો લહેરાવી કરવામાં આવી છે ઉજવણી

થરાદમાં હરઘર તિરંગા યાત્રાનું પોલીસ દ્વારા આયોજન કરાયું હતું. થરાદમાં પોલીસ દ્વારા પોલીસ માર્ચ પાસ્ટના આયોજનને લઈ પોલીસ જવાનોએ પોતાના યાંત્રિક સાધનો સાથે રેલીમાં જોડાયા હતા. થરાદ ચાર રસ્તાથી હનુમાન ગોળા સુધી રેલી યોજાઇ હતી આ રેલીમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા asp પૂજા યાદવ અને રાજપૂત સમાજના પ્રમુખ ડી.ડી.રાજપૂત બનાસબેન્ક ના ડીરેક્ટર શેલેશ પટેલ પથું ભાઈ રાજપૂત સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમ જ થરાદ શહેરના આગેવાનો શહેરીજનો જોડાયા હતા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે થરાદમાં આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. લોકોમો રાષ્ટ્રભાવના કેળવાય તે માટેના ઉદ્દેશથી દેશભરમાં તે દિવસે ઘર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.
