
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આખા વર્ષ દરમિયાન ઉજવીને નાગરિકોમાં દેશભક્તિ જગાડવા માટે સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે આગામી ૧૫ મી ઓગષ્ટે, દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે આપણે આપણા દેશની આન- બાન- શાન આપણા તિરંગાને દરેક ઘર પર લગાવવા એક કાર્યક્રમ આપ્યો છે. ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૧૩, ૧૪ અને ૧૫ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ પોતાના ઘર, ધંધા વ્યવસાયના સ્થળો ઉપર તિરંગો લગાવીને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી બનવા સાંસદશ્રી પરબતભાઇ પટેલે જિલ્લાનું એક પણ ઘર તિરંગા વગરનું ન રહે એમ જણાવતા તમામ નાગરિકોને દેશના આન- બાન- શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાને ઘર પર લગાવી રાષ્ટ્રને ગૌરવ અપાવવાના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.