
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ ભારતવિકાસ પરિસદ આયોજિત સ્વતંત્રતાકા અમૃત મહોત્સવનો પ્રોગ્રામ થરાદ માર્કેટ યાર્ડ ખાતે યોજાયો.

ભારતવિકાસ પરિષદ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આયજિત સ્વતંત્રતા કા અમૃત મહોત્સવનો પ્રોગ્રામ થરાદ માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ જેના વક્તા શ્રી ડૉ દિપંકર દેબ દ્વારા સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર ના વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના પ્રમુખ ડૉ હિરજીભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયદીપભાઈ સોની, લાયન્સ કલબના પ્રમુખ રામાણી પીરોમલ નઝાર, તાલુકા પંચાયત પ્રમુખ દાનાભાઈ માળી, માવજીભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), કાશીરામભાઈ પુરોહિત(આર.એસ.એસ), અજયભાઈ ઓઝા(ભાજપ શહેર પ્રમુખ), મદનલાલ, સંજયભાઈ ત્રિવેદી, જયપ્રકાશભાઈ જોષી(યશ લેબોરેટરી), ડૉ. કરશનભાઇ પટેલ(ધરતી હોસ્પિટલ) , ડૉ. હિતેન્દ્ર શ્રીમાળી(નડેશ્વરી હોસ્પિટલ), ભેમજીભાઈ પટેલ( એ.પી.એમ.સી સેક્રેટરી) ડૉ.આર.વી પટેલ(ગાયત્રી વિદ્યાલય) ધીરુભાઈ અખાણી(સ્વાધ્યાય પરિવાર), હિરજીભાઈ પટેલ ( ટેક્ષ ઇન્સ. ન.પા. થરાદ), પરબત ચૌધરી (આકાશ ફ્રૂટ માર્કેટ ) કનાભાઈ રાજપૂત (સેણલ ગ્રુપ), રાજેશભાઈ જોષી – નાનોલ(મહાવીર ગ્રુપ) સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના મેમ્બરો તેમજ ભારત વિકાસ પરિસદ ના તમામ મેમ્બરો તેમજ લાયન્સ કલબના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.