Saturday, June 3, 2023
Homebanaskantha newsથરાદ તાલુકાના વળાદરગામે લંપી સ્કીન રોગના રક્ષણ માટે હનુમાનજીની જ્યોત કરવામાં આવી

થરાદ તાલુકાના વળાદરગામે લંપી સ્કીન રોગના રક્ષણ માટે હનુમાનજીની જ્યોત કરવામાં આવી

અત્યારે સમગ્ર ગુજરાતમાં લંપી સ્કિન નામનો પશુઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે એ માટે હનુમાનજી મહારાજની અખંડ જ્યોત કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વળાદર ગામે હાલમાં દરેક જગ્યાએ પશુઓમાં લંપી સ્કિન નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે એમાં ઘણા પશુઓ મૃત્યુ પામ્યા બનાસ ડેરી દ્વારા તાબડતોબ વેક્સિન મૂકવામાં આવ્યું છતાં પણ ક્યાંક ક્યાંક આ રોગથી ગાયો દુઃખી થઈ અને મરી રહી છે ગઈ સાલ આવો જ રોગજાળો માણસોમાં કોરોના નામનો રોગ ફાટી નીકળ્યો હતો એ સમયે અમારા ગામના હનુમાનજીના મંદિરે સર્વગ્રામજનો ભેગા મળી હનુમાનજીની જ્યોત ચાલુ કરી હતી કોરોનાના સમયે એક પણ કેસ કોરોનાનો નોંધાયો ન હતો આ વખતે પણ સર્વ ગ્રામજનો સનાતન ધર્મ પ્રેમીઓ જેમ કે ભીમાભાઇ પટેલ શંકરભાઈ પટેલ રમેશ મહારાજ માધાભાઈ પટેલ હેમરાજભાઈ દેસાઈ કરીશ દવે ગગદાસભાઈભાઈ મંત્રી મોનાભાઈ પ્રજાપતિ શહીત તમામ ગામજનો હાજર રહ્યા હતા હનુમાનજીની આરતી તેમજ સ્તુતિ વંદના કરી જોત ચાલુ કરી ભગવાનને પ્રાર્થના કરી સૃષ્ટિની માં એટલે આપણા સૌની ગૌમાતા આ રોગથી દુઃખી થઈ રહી છે તો હે ભગવાન ઝડપી આ અબોલ ગૌ માતાને રોગમુક્ત બનાવો એવી પ્રાર્થના કરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services