
રામદેવડા પગપાળા ચાલીને યાત્રા કરવા જતાં બની ઘટના

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા માંથી પસાર થતી નમૅદા કેનાલ લોકો ને નુકશાન કારક સાબિત થઈ રહી છે સરહદી પંથકમાં આવેલ નમૅદા કેનાલ લોકો ની જીવાદોરી સમાન પણ સાબિત થઇ છે ત્યારે ક્યારેક કાળ બની પુરવાર થાય છે થરાદ ની નમૅદા કેનાલ માં અવાર-નવાર મોત નાં સમાચાર આવતા હોય છે આજે ફરી નમૅદા કેનાલ માં લાશ ને બહાર કાઢવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદની મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે જોકે યાત્રા એ જતો રામદેવરા સંઘમાં જતા યાત્રાળુનો કેનાલમાં પગ લપસતા મોત નિપજ્યું હતું.જે રાધનપુરના 22 વર્ષીય લાલાભાઇ ભરવાડ શૌચાલય કર્યા બાદ કેનાલમાં હાથ ધોવા જતા પગ લપસી જતાં કેનાલ માં ગરકાવ થયા હતા.જેની જાણ થરાદ ફાયર બ્રિગેડને કરતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો હતો.નહેર ઉપર ઘટના ને લઈ સંઘ માં જતા યાત્રાળુ માં શોક નો માહોલ છવાઈ ગયો હતો તેમજ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.