
આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ને લઈ ને સમગ્ર દેશમાં દેશ ભક્તિ નો માહોલ સર્જાયો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા બી.જે.પી. દ્રારા અંબાજી થી નડાબેટ સુધી તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આજ રોજ આ યાત્રા થરાદ નગરમાં આવી પોહચતા સમગ્ર થરાદ ના નગરજનો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા થરાદ ચાર રસ્તા પર આવેલ તુલસી હોટલ પાસે ઢોલ નગરા સાથે પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. તેમજ ભારત માતાકી જય અને વંદે માતરમ જેવા સુત્રોચાર કરી વાતાવરણ ગજવી નાખ્યુ હતુ. આ યાત્રા ભારત પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિરે પુર્ણ કરવામા આવશે.


બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ ગુમાનસિહ,નગરપાલીકાના પુર્વ કારોબારી ચેરમેન અર્જુનસિંહ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, માવજીભાઈ પટેલ, ઇશ્વરભાઇ ચૌધરી પ્રકાશભાઈસોની, મહીલા મોરચાના પ્રમુખ કલાવતીબેન રાઠોડ, દિપીકાબેન પટેલ, શારદાબેન ભાટી, ચંદ્રીકાબેન પટેલ તેમજ ભારત આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, સંઘના ચેરમેન વિકાસ પરિષદના પ્રમુખ જયદિપભાઈસોની, મંત્રી ડૉ. હિતેન્દ્ર શ્રીમાળી જીવરાજભાઈ પટેલ, બનાસ બેંક ના ડિરેક્ટર શૈલેશભાઈ પટેલ, તેમજ નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.