Monday, January 30, 2023
Homeદાંતા મુકામે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને “વિશ્વ આદિવાસી દિન”ની ઉજવણી કરાશે

દાંતા મુકામે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને “વિશ્વ આદિવાસી દિન”ની ઉજવણી કરાશે

તા. ૯ મી ઓગસ્ટના રોજ દાંતા મુકામે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને “વિશ્વ આદિવાસી દિન”ની ઉજવણી કરાશે
ગુજરાત સરકાર દ્વારા ૯ મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવનાર છે. આ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તા.૯ ઓગસ્ટ-૨૦૨૨ મંગળવારના રોજ સવારે- ૯.૩૦ કલાકે દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનોને ભાગ લેવા પ્રાયોજના વહીવટદારશ્રી, ટ્રાયબલ એરીયા સબ-પ્લાન, પાલનપુર, જી.બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services