Monday, January 30, 2023
HomeGujarat*રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયાએ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત ઘર, ધંધા...

*રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયાએ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત ઘર, ધંધા વ્યવસાયના સ્થળો ઉપર તિરંગો લગાવવા અપીલ કરી*

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આખા વર્ષ દરમિયાન ઉજવીને નાગરિકોમાં દેશભક્તિ જગાડવા માટે સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે આગામી ૧૫ મી ઓગષ્ટ, દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે આપણે આપણા દેશની આન- બાન- શાન આપણા તિરંગાને દરેક ઘર પર લગાવવા એક કાર્યક્રમ આપ્યો છે.

‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૧૩, ૧૪ અને ૧૫ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ પોતાના ઘર, ધંધા વ્યવસાયના સ્થળો ઉપર તિરંગો લગાવીને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી બનવા રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયાએ તમામ નાગરિકોને આપીલ કરી છે. તેમણે કહ્યું કે, આપણા દેશના આન- બાન- શાન એવા રાષ્‍ટ્રધ્વજ તિરંગાને આપણા ઘર પર લગાવી રાષ્ટ્રને ગૌરવ અપાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services